બ્રેકીંગ@રાજકોટ: રૂપાલા સામે વિરોધ યથાવત, કે.કે.વી અન્ડર બ્રિજ પાસે પોસ્ટર પર કાળી શાહી લગાવાઈ

 
રૂપાળા

કોઇ ટિખ્ખરખોળ દ્વારા પોસ્ટરમાં ફોટો પર કાળી શાહી લગાવવામાં આવી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ આખા રાજ્યભરમાં કરવામાં આવી રહ્યો છે. તયારે બીજી તરફ તેમના દ્વારા ડોર ટૂ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આજે રુપાલાએ કુવાડવા રોડ વિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો છે ત્યારે કે.કે.વી અન્ડર બ્રિજ પાસે તેમના લગાવવામાં આવેલા પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવી છે. રાજકોટ શહેરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાના ઠેર-ઠેર પોસ્ટર અને બનેર લગાવવામાં આવ્યા છે.

 

કે.કે.વી બ્રીજ નીચે પણ તેમના પોસ્ટર લગાવાયા છે. ત્યારે કોઇ ટિખ્ખરખોળ દ્વારા આ લગાવવામાં આવેલા પોસ્ટરમાં પરષોત્તમ રુપાલાના ફોટો પર કાળી શાહી લગાવવામાં આવી હતી. મહત્વનું એ છે કે જ્યાં કોઇ અજાણી વ્યક્તિ દ્વારા આ પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવી છે ત્યાંથી થોડેક દૂર જ ભાજપનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય આવેલું છે. ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલા વિરોધની વચ્ચે આ પ્રકારે પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવતા રાજકોટના ચૂંટણી માહોલમાં ગરમાવો આવી ગયો છે. શાહી કોણે લગાવી તેની તપાસ કરવામાં આવી રહી છે.