આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

લોકસભા ચુંટણી ટાંણે ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર એસીબીની બેટિંગ શરૂ થઇ છે. એક જ દિવસમાં પાટણ જીલ્લામાં બબ્બે લાંચીયા કર્મચારી પકડાઇ જતા ચકચાર મચી ગઇ છે. રાધનપુર પાલિકા સાથે જીલ્લા જમીન દફતર કચેરીનો કર્મચારી લાંચ લેતા પકડાયો છે. સમી નજીક રેતીની લીઝ ગેરકાયદેસર હોવાનો રીપોર્ટ થતો રોકવા ૧ લાખની લાંચ માંગી હતી. આથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરતા ગુરૂવારે પાટણ ડીએલઆર કચેરીની અંદર જ ખાનગી વ્યકિત મારફત રૂ. ૧ લાખ લેતા સર્વેયર રાકેશ ચાવડા ઝડપાઇ ગયો હતો.

પાટણ જીલ્લા વહીવટી આલમમાં લાંચિયા કર્મચારીઓ ખદબદી રહયા હોવાનું સામે આવ્યુ છે. જીલ્લા જમીન દફતર કચેરીના સર્વેયરે સમી નજીક દાદર ગામના લીઝધારકની જમીન માપણી કરી હતી. જેમાં રેતીની બે લીઝ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યુ હતુ. આથી સર્વેયર રાકેશ હરીભાઇ ચાવડાએ ગેરકાયદેસરનો રીપોર્ટ નહી બનાવવા ૧ લાખની લાંચ માંગી હતી. આ તરફ અરજદારો લાંચ આપવા ઇચ્છુક ન હોવાથી એસીબીની અમદાવાદ અને આણંદની ટીમનો સંપર્ક કર્યો હતો.

આથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ પાટણ જીલ્લા જમીન દફતર કચેરીમાં જ સર્વેયર રાકેશ ચાવડા માટે રકમ સ્વીકારતા રમેશ મહાદેવભાઇ વઢેરને રંગેહાથે ઝડપી લીધો હતો. ફરીયાદીએ લાંચનું રેકોર્ડીંગ સહિતની વિગતો એસીબીને આપી છટકું ગોઠવતા આબાદ રીતે ઝડપાઇ ગયા હતા. ઉલ્લેખનિય છે કે, જીલ્લામાં એકસાથે લાખની લાંચ લેતો કિસ્સો સામે આવતા વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

28 Oct 2020, 9:19 AM (GMT)

COVID-19 Global Stats

44,295,172 Total Cases
1,172,879 Death Cases
32,479,413 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code