લાંચ@બનાસકાંઠા: ગરીબોના મકાન મંજૂર કરવા 2.20 લાખ લીધા, કર્મચારી રંગેહાથ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુરમાં સમાજ કલ્યાણ નિરીક્ષક રૂ.2.20 લાખની લાંચ લેતાં રંગેહાથે ઝડપાયા છે. જીલ્લા સમાજ કલ્યાણ ઓફીસના 2 સમાજ કલ્યાણ નિરીક્ષકે ફરીયાદી પાસે પંડિત દિનદયાળ આવાસ યોજના હેઠળ સહાયના ફોર્મ મંજૂર કરવા લાંચ માંગી હતી. જેમાં પ્રથમ 2,40,000ની લાંચ માંગ્યા બાદ રકઝકને અંતે 2,20,000માં નક્કી થયુ હતુ. જોકે ફરીયાદી લાંચ આપવા ઇચ્છુક
 
લાંચ@બનાસકાંઠા: ગરીબોના મકાન મંજૂર કરવા 2.20 લાખ લીધા, કર્મચારી રંગેહાથ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુરમાં સમાજ કલ્યાણ નિરીક્ષક રૂ.2.20 લાખની લાંચ લેતાં રંગેહાથે ઝડપાયા છે. જીલ્લા સમાજ કલ્યાણ ઓફીસના 2 સમાજ કલ્યાણ નિરીક્ષકે ફરીયાદી પાસે પંડિત દિનદયાળ આવાસ યોજના હેઠળ સહાયના ફોર્મ મંજૂર કરવા લાંચ માંગી હતી. જેમાં પ્રથમ 2,40,000ની લાંચ માંગ્યા બાદ રકઝકને અંતે 2,20,000માં નક્કી થયુ હતુ. જોકે ફરીયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોઇ ACBનો સંપર્ક કરતાં એક સમાજ કલ્યાણ નિરીક્ષક રંગેહાથે ઝડપાઇ ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં ગઇકાલે સાંજે ACBએ સફળ ટ્રેપ કરી છે. જીલ્લા સમાજ કલ્યાણ ઓફીસમાં પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ સહાય મેળવવા ફરીયાદીના સગાઓએ ફોર્મ ભર્યા હતા. આ તરફ પંકજકુમાર રામાભાઈ પટેલ, સમાજ કલ્યાણ નિરીક્ષક અને હરેશભાઈ માનાભાઈ ચૌધરી, સમાજ કલ્યાણ નિરીક્ષકે એક ફોર્મ દીઠ રૂ.8,000 લેખે કુલ 30 ફોર્મના રૂ.2,40,000 ફોર્મ મંજૂર કરવા લાંચ માંગી હતી. જોકે માથાકૂટને અંતે 2,20,000 નક્કી થતાં ફરીયાદીએ ACBની જાણ કરતાં છટકું ગોઠવાયું હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જીલ્લામાંથી વધુ એક ACBની સફળ ટ્રેપની ઘટના સામે આવી છે. ગઇકાલે સાંજના સમયે MRF ટાયરની દુકાન આગળ, આકેસણ ચોકડી પુલનીચે, પાલનપુરમાં પંકજકુમાર રામાભાઈ પટેલ લાંચની રકમ રૂ.2,20,000 સ્વિકારતાં ઝડપાઇ ગયા હતા. સમગ્ર કાર્યવાહી ACB બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એમ.ગોહિલના સુપરવિઝન હેઠળ બનાસકાંઠા ACB PI એન.એ.ચૌધરી દ્રારા કરવામાં આવી હતી. આ તરફ અન્ય એક આરોપી હરેશભાઈ માનાભાઈ ચૌધરી મળી આવ્યા ન હતા.