બજેટઃ ખેડૂતો માટે મોટી યોજનાની જાહેરાત: ખાતામાં સીધા જમા થશે 6000 રૂપિયા

અટલ સમાચાર, ડેસ્ક મોદી સરકારની કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ થઈ રહ્યું છે. ત્યારે નાણા મંત્રી પિષુય ગોયલે બજેટની શરૂઆતમાં જ ખેડૂતો માટે મોટી જાહેરાત કરીને દેશભરના ખેડૂતોને ખુશખુશાલ કરી દીધા છે. મોદી સરકારે બજેટ 2019માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે સન્માન નિધિની જાહેરાત કરીને લોકસભા ઈલેક્શન પહેલા મોટો દાવ ખેલ્યો છે. પિયુષ
 
બજેટઃ ખેડૂતો માટે મોટી યોજનાની જાહેરાત: ખાતામાં સીધા જમા થશે 6000 રૂપિયા

અટલ સમાચાર, ડેસ્ક

મોદી સરકારની કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ થઈ રહ્યું છે. ત્યારે નાણા મંત્રી પિષુય ગોયલે બજેટની શરૂઆતમાં જ ખેડૂતો માટે મોટી જાહેરાત કરીને દેશભરના ખેડૂતોને ખુશખુશાલ કરી દીધા છે. મોદી સરકારે બજેટ 2019માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે સન્માન નિધિની જાહેરાત કરીને લોકસભા ઈલેક્શન પહેલા મોટો દાવ ખેલ્યો છે.

પિયુષ ગોયલે બજેટમાં સૌથી પહેલા ખેડૂત સન્માન નિધીની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત ખેડૂતો માટે 6,000 રૂપિયા વાર્ષિક સીધા ખાતામાં જમા કરવામાં આવશે. પીએમ ખેડૂત સન્માન નિધિ માટે સરકારે 75,000 કરોડ રૂપિયાનું પેકેજ ફાળવ્યું છે. આ યોજનાનો લાભ ખેડૂતો માટે 1 ડિસેમ્બર, 2018થી જ મળવાની શરૂઆત થશે. ફાઈનાન્સ મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતો માટે 2000-2000 હજાર લેખે પહેલા તબક્કામાં ઝડપથી  જમા કરવામાં આવશે.

આ યોજના અંતર્ગત વર્ષમાં ત્રણ વાર બે-બે હજાર રૂપિયા આપવામાં આવશે. આ રૂપિયા 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોના ખાતામાં સીધા જ જશે. તો ઈલેક્શન પહેલા જ ખેડૂતોને પ્રથમ 2000 રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત બજેટમાં કરવામાં આવી છે.

બજેટમાં પિષુય ગોયલે કહ્યું કે, ગૌ-માતાના સન્માનમાં અને ગૌ-માતા માટે સરકાર પાછળ નહિ હટે. જે જરૂર પડશે તે પ્રાવધન કરીશું. ત્યારે આ માટે સરકારે કામધેનુ યોજનાની બજેટમાં જાહેરાત કરી છે. જે માટે સરકારે 750 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

કિસાન ક્રેડિટ કાર્ડ સુવિધા વધુ મજબૂત બનાવવાની પણ બજેટમાં જાહેરાત કરાઈ છે. તેમજ પશુપાલન અને મત્સ ઉદ્યોગ માટે લોનમાં 2 ટકાની છૂટ આપવામાં જાહેરાત કરાઈ છે. બજેટમાં જાહેરાત કરાઈ કે, પશુપાલન માટે કિસાન ખેડૂત ક્રેડિટ કાર્ડમાંથી વ્યાજ મળશે.