આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાની રાધનપુર તાલુકા પંચાયતની બજેટ બેઠક બોલાવવામાં આવી હતી. સત્તાધીશ કોંગ્રેસ અને વિરોધ પક્ષ ભાજપના 8 સભ્યોની ગેરહાજરી વચ્ચે સભા ગોઠવી હતી. જોકે હાજર 10 માંથી 6 સભ્યોએ વાંધો લેતા બજેટ નામંજૂર થઈ ગયું હતું. જેને પગલે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસની હાલત કફોડી બની છે.

કોંગ્રેસ શાસિત રાધનપુર તાલુકા પંચાયતમાં શુક્રવારે બપોરે મળેલી બજેટ બેઠક ગણતરીની મિનિટોમાં પૂર્ણ થઈ ગઈ હતી. બેઠકમાં ભાજપના 3 અને કોંગ્રેસના 5 સહિત 8 સભ્યો ગેરહાજર રહ્યા હતા. જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કોંગ્રેસના 4 અને બળવાખોર સહિત ભાજપના 6 સભ્યો હાજર રહ્યા હતા.

બજેટ વંચાણે લેતાં પહેલાં સમર્થન અંગે અભિપ્રાય લેવામાં આવ્યાં હતા. જેમાં પ્રમુખ સહિત 4 સામે કોંગ્રેસના બળવાખોર અને ભાજપના કુલ 6 સભ્યોએ વિરોધ રજૂ કરતાં બજેટ નામંજૂર કરવામાં આવ્યું હતું. જેના પગલે સત્તા સ્થાને છતાં કોંગ્રેસ લઘુમતીમાં હોવાનું ચિત્ર સામે આવ્યું છે. સુત્રોએ જણાવ્યું હતું કે, બજેટ નામંજૂર કરાવી ભાજપે અલ્પેશ ઠાકોરને જાણે લેશન આપી દીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code