બજેટ લાઈવઃ નોકરિયાતોને 5 લાખની આવક પર કોઈ ટેક્સ નહી

અટલ સમાચાર, ડેસ્ક ચાલુ ટેક્સમાં 2.5 લાખ રુપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત છે. જ્યારે 2.5 થી 5 લાખ રુપિયાની સુધીની વાર્ષિક આવક પર 5 ટકાના ટેક્સ લાગી રહ્યો છે. ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં પીયૂષ ગોયલે આવકવેરાની મર્યાદામાં મોટી છૂટ આપી છે. નોકરીયાત વર્ગને ખુશ કરતા 5 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી જાહેર
 
બજેટ લાઈવઃ નોકરિયાતોને 5 લાખની આવક પર કોઈ ટેક્સ નહી

અટલ સમાચાર, ડેસ્ક

ચાલુ ટેક્સમાં 2.5 લાખ રુપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત છે. જ્યારે 2.5 થી 5 લાખ રુપિયાની સુધીની વાર્ષિક આવક પર 5 ટકાના ટેક્સ લાગી રહ્યો છે.

ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં પીયૂષ ગોયલે આવકવેરાની મર્યાદામાં મોટી છૂટ આપી છે. નોકરીયાત વર્ગને ખુશ કરતા 5 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી જાહેર કરી છે.

સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ રૂ. 40 હજારથી વધારીને રૂ. 50 હજાર કરવામાં આવી છે. આ ઉપરાંત બેંક અને પોસ્ટ ઓફિસ પર મળતા વ્યાજની છૂટ પણ રૂ. 10 હજારમાંથી વધારીને રૂ.40 હજાર કરવામાં આવી છે.

ટેક્સની ચૂકવણી કરતા લોકોનો આભાર માનતા પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, તમારા ટેક્સને કારણે ગરીબ ઘરનો ચૂલો સળગી રહ્યો છે. તમારા ટેક્સના કારણે દેશનો વિકાસ થયો છે.

મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, હવે દરેક રિટર્નની ઇલેક્ટ્રોનિક તપાસ થશે. આઈટી રિટર્ન ફાઇલ કર્યાના 24 કલાકમાં જ રિફંડ મળી જશે. આવકવેરામાં છૂટની જાહેરાત કરવામાં આવ્યા બાદ સંસદમાં મોદી… મોદી…ના નારા લાગ્યા હતા.