આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

રાજ્ય સરકારે અમેરિકા અને જાપાનની જેમ ઘનિષ્ઠ પશુ સુધારણા કાર્યક્રમ હેઠળ લેબોરેટરી તૈયાર કરવા નક્કી કર્યું છે. બજેટમાં પાટણમાં સેક્સ લેબોરેટરી ઉભી કરવા 4750 કરોડ ખર્ચ કરવામાં આવશે. એટલે કે ગાય માત્ર વાછરડીને જન્મ આપે તેવું બીજદાન તૈયાર કરાશે.

ઉત્તર ગુજરાતમાં ગાય માટે સેક્સ સોરટેડ સિમેન  લેબોરેટરી ઊભી થવાની છે. દેશી પદ્ધતિથી નહિ પરંતુ ઉત્તમ જાતનાં પશુઓ તૈયાર કરવા વિદેશની જેમ ગુજરાત સરકારે પણ અનુસરણ કર્યું છે. દેશના અન્ય કેટલાક રાજ્યોએ આ પ્રકારની લેબોટરી ઊભી કર્યા બાદ ગુજરાતમાં પાટણની પસંદગી થઇ છે.

સુત્રોએ જણાવ્યું હતું કે કાંકરેજી અને ગીર ગાયોની સંખ્યા વધારવા તેમજ દૂધ ઉત્પાદન વધારવા માટે રાજ્ય સરકારે કૃત્રિમ બીજદાનની લેબોરેટરી બનાવવા નક્કી કર્યું છે. આનાથી 99 ટકા કેસમાં ગાયને વાછરડી જ જન્મે છે. કૃત્રિમ રીતે વાછરડીનો જન્મ કરાવ્યા બાદ દેશી અને બીજદાન વાળી ગાયના દૂધની ગુણવત્તા સામે આશંકા ઉભી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code