આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

કેન્દ્રની ભાજપ સરકાર અંતિમ બજેટ રજુ કરશે. જેમાં આવકવેરાની મુક્તિ મર્યાદા રૂ.5 લાખ સુધી વધારવાની માંગ ઉઠી છે. સીઆઈઆઈએ સરકાર સમક્ષ આવક મર્યાદા 5 લાખ રૂપિયા સુધી કરવાની ભલામણ કરી છે. હાલમાં 2.5 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં ઇન્કમ ટેક્સ લાગતો નથી. સીઆઈઆઈએ સેક્શન 80 સી હેઠળ રોકાણ પર કપાત મર્યાદા વધારવા જણાવ્યું છે. આગામી 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ રજૂ કરશે.

આવકવેરાના ઉચ્ચતમ સ્લેબને ઘટાડવાના સૂચનો જયારે સીઆઈઆઈએ નાણામંત્રાલય સાથેની બજેટ પૂર્વ બેઠકમાં એક મહત્વપૂર્ણ સૂચન કર્યું છે. આ સાથે ઉધોગ ચેમ્બરની માંગ છે કે, ટેકસસ્લેબ 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવામાં આવે. મેડિકલ એક્સપેન્સ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ઉપર પણ ડિસ્કાઉન્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે.

અત્યારે 2.5 લાખથી 5 લાખ રૂપિયાની આવક ઉપર 5 ટકા ટેક્સ છે. જયારે 5-10 લાખ રૂપિયા સુધીની આવક ઉપર 20 ટકાના દરે ટેક્સ લેવામાં આવે છે. 10 લાખ રૂપિયાથી વધુની આવક ઉપર 30 ટકા ટેક્સ લેવામાં આવે છે. જેથી ઉદ્યોગ સંગઠને સૂચન કર્યુ છે કે, 5 લાખ રૂપિયાથી ઓછી આવક પર ટેક્સમાંથી મુક્તિ મળવી જોઈએ. આ સાથે 5-10 લાખ રૂપિયા સુધીની આવક પર 10 ટકા ટેક્સ લગાવો જોઈએ. જેની આવક 10-20 લાખ રૂપિયા છે, તેમના માટે ટેક્સ દર 20 ટકા હોવો જોઈએ. જે 20 લાખથી વધુ કમાય છે, તેમને 25 ટકાના ટેક્સ હેઠળ લાવવા જોઈએ.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code