વેપાર@દેશ: સોનાનો ભાવ ઘટ્યો, ચાંદીના ભાવ સ્થિર, જાણો આજનો લેટેસ્ટ ભાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હિન્દુ કેલેન્ડરના નવા મહિનાની શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 12 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવ સ્થિર છે. દિલ્હીમાં 10 કેરેટ સોનાનો ભાવ એ તમામ રેકોર્ડ તોડી નાખ્યો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,02,420 રૂપિયા પર પહોંચી ગયો છે. 22 કેરેટનો ભાવ 93,890 રૂપિયા પર છે. આજે 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં માત્ર 10 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.
મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 93,740 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,02,270 રૂપિયા છે.આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 93,790 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,02,320 રૂપિયા છે.અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો, છેલ્લા અઠવાડિયા દરમિયાન વધઘટ જોવા મળ્યા પછી, આજે 12 ઓગસ્ટના રોજ ચાંદીના ભાવમાં સ્થિર રહ્યા છે. આજે ચાંદી 1,16,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર 25% વધારાનો ટેરિફ લાદવામાં આવ્યા પછી સલામત રોકાણની માંગમાં નવા ઉછાળા અને વેપાર તણાવ વધવાને કારણે ગુરુવારે સોનાના ભાવમાં વધારો થયો છે. સ્પોટ ગોલ્ડ 0.4% વધીને $3,380.76 પ્રતિ ઔંસ થયો. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.3% વધીને $3,443.30 થયો.કેટલાક વિશ્લેષકો માને છે કે આગામી અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો વધારો થઈ શકે છે.