વેપાર@દેશ: સોના ચાંદીની કિંમતોમાં ભારે ઉછાળા બાદ આજે મોટો ઘટાડો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

 
ગોલ્ડ
નફાખોરીને કારણે ભાવ નીચે આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સરકાર દ્વારા ઈમ્પોર્ટ ટેરિફમાં કરાયેલા વધારા બાદ ગઈકાલે સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઉછાળા બાદ આજે નફાખોરીને કારણે ભાવ નીચે આવ્યા છે.આજે 14 મે, 2026ના રોજ ભારતીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાયો છે:

MCX પર ચાંદીનો ભાવ 1.32% એટલે કે અંદાજે ₹3,961 ઘટીને ₹2,96,277 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. અગાઉના સત્રમાં તે ₹3,00,238 પર બંધ રહ્યો હતો. સોનાના ભાવમાં પણ 0.31% નો ઘટાડો જોવા મળ્યો છે. સોનું હાલ ₹1,61,682 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. આજે સોનાએ ₹1,61,027 ની નીચી સપાટી પણ સ્પર્શી હતી.કેન્દ્ર સરકારે રૂપિયાને મજબૂત કરવા અને વિદેશી મુદ્રા ભંડારને સુરક્ષિત કરવા માટે સોના અને ચાંદી પરની આયાત જકાત 6% થી વધારીને સીધી 15% કરી દીધી છે.ગત સત્રમાં ચાંદીમાં 6% થી વધુનો ઉછાળો આવ્યા બાદ આજે રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કરતા ભાવમાં ઘટાડો આવ્યો છે.