વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં ઘટાડા બાદ ફરી ઉથલપાથલ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ

 
ગોલ્ડ
આજે 1 કિલો ચાંદીનો ભાવ 99,800 રુપિયા પર છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના ચાંદીના ભાવમાં ઘટાડા પછી, ફરી એકવાર ઝડપી ઉથલપાથલ જોવા મળી છે. ત્યારે આજે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો જાણો. 30મે 2025ના રોજ આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલની સરખામણીમાં આજે 24 કેરેટ સોનાની કિંમત 490 રુપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનામાં આજે 400 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.આજે 30 મેના રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 10 ગ્રામનો ભાવ 97,180 રુપિયા થયો છે. તેમજ 22 કેરેટ સોનાનો ભાવ 89,090 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 97,080 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 89,990 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.30 મેના રોજ ચાંદીના ભાવ પણ ઘટાડો જોવા મળ્યો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 99,800 રુપિયા પર છે. ગઈકાલે 99,900 પર હતો ત્યારે આજે ચાંદીમાં પણ 100 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.