વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. 18 ઓક્ટોબરે ધનતેરસથી શરૂ થયેલો ઘટાડો હજુ પણ ચાલુ છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું ઘટીને 1,23,420 પ્રતિ 10 ગ્રામ થયું છે. દેશના અન્ય શહેરોમાં પણ ભાવ ઘટ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવ ઘટી રહ્યા છે. આ પાછળના મુખ્ય કારણોમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સંબંધોમાં સુધારો થવાની અપેક્ષાઓ, ફેડરલ રિઝર્વના વ્યાજ દરો પરના નિર્ણય, નફાની બુકિંગ અને ડોલરની મજબૂતાઈ પર નજર છે.દિલ્હીમાં 28 ઓક્ટોબરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે.
આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,23,420 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,13,140 રૂપિયા પર છે. ત્યારે આજે એક જ દિવસમાં સોનાના ભાવમાં 2340 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,12,990 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,23,270 રૂપિયા છે.અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો 1,13,040 રુપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,23,320 પર પહોંચી ગયો છે.28 ઓક્ટોબરે તે 154,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. આગામી દિવસોમાં સોનાના ભાવમાં ₹10,000 સુધીનો ઘટાડો થઈ શકે છે. આનો અર્થ એ છે કે સોનાનો ભાવ ₹1.10 લાખથી ₹1.15 લાખની વચ્ચે આવી શકે છે.

