વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો! જાણો આજનો લેટેસ્ટ ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશભરમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ સહિત દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1.58 લાખની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.16 મે, શનિવારના રોજ દેશના સ્થાનિક બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,57,900 રહ્યો હતો, જ્યારે 22 કેરેટ સોનું ₹1,44,740 પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈ અને કોમોડિટી માર્કેટમાં ઘટાડાના કારણે સ્થાનિક કિંમતો પર સીધી અસર પડી છે.ચાંદીના બજારમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર ચાંદીના વાયદા લગભગ 7 ટકા સુધી તૂટ્યા હતા. રોકાણકારોમાં નફાવસૂલી અને વૈશ્વિક બજારમાં નબળા સંકેતોના કારણે કિંમતો દબાણ હેઠળ રહી હતી.15 મેના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના વાયદા ઘટાડા સાથે બંધ થયા હતા. સોનાના વાયદામાં ₹3,528નો ઘટાડો નોંધાયો હતો અને તે ₹1,58,450 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બીજી તરફ ચાંદીના વાયદા ₹19,876 જેટલા તૂટીને ₹2,71,226 પ્રતિ કિલો પર બંધ થયા હતા.

