વેપાર@દેશ: આજે દેવ દિવાળીના દિવસે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજનો રેટ

 
ગોલ્ડ
બે દિવસમાં ચાંદી રૂ.3100 પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે દેવ દિવાળીના અવસરે દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરની મજબૂતી અને અમેરિકન ફેડરલ રિઝર્વના કડક વલણને કારણે સોના પર દબાણ વધી રહ્યું છે, જેના કારણે ભારતીય બજારમાં પણ પીળી ધાતુની ચમક થોડી ઝાંખી પડી છે.

દેશના અનેક મોટા શહેરોમાં આજે 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો થયો છે.અમદાવાદમાં 24 કેરેટ સોનું રૂ.1,22,500 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ.1,12,290 પ્રતિ 10 ગ્રામના ભાવે મળી રહ્યું છે.આજે 24 કેરેટ સોનું રૂ.10 અને 22 કેરેટ સોનું પણ રૂ.10 પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે.છેલ્લા બે દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં કુલ રૂ.710 અને 22 કેરેટ સોનાના ભાવમાં કુલ રૂ.660 પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે, જે ગ્રાહકો માટે એક મોટી રાહત છે.

સોનાની જેમ જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં ચાંદી રૂ.3100 પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈ છે. અગાઉ એક જ દિવસમાં ચાંદી રૂ.2000 જેટલી મોંઘી થઈ હતી, પરંતુ હવે તેમાં સતત બે દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં ચાંદીનો ભાવ રૂ.1,50,900 પ્રતિ કિલોગ્રામ રહ્યો છે, જે ગઈકાલ કરતાં રૂ.100 ઓછો છે. જોકે, ચેન્નાઈમાં ચાંદીનો ભાવ રૂ.1,64,900 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે, જે અન્ય મહાનગરો કરતાં ઊંચો છે.