વેપાર@દેશ: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો આજનો લેટેસ્ટ ભાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 25 જૂન બુધવારે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 99,360 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 91,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. આમ સોનાના ભાવમાં ગઈકાલની સરખામણીએ 1000 રુપિયાથી વધારેનોં ધટાડો નોંધાયો છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,940 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,210 રૂપિયા છે.
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,990 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,260 રૂપિયા છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે 24 જૂનને મંગળવારે ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલોગ્રામ હતો. જ્યારે આજે 25 જૂન બુધવારે આજે સોનાના ભાવમાં રુપિયા 1000નો ઘટાડો નોંધાયો છે અને આજે ચાંદીનો ભાવ 1,08,900 રુપિયા પ્રતિ કિલોગ્રામ છે.