વેપાર@દેશ: સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો આજની કિંમત

 
વેપાર
બજારમાં તેજીનું વલણ યથાવત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે 16 જૂનના રોજ સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસના ગાળામાં 24 કેરેટ સોનું રૂ.2,460 અને 22 કેરેટ સોનું રૂ.2,260 મોંઘું થયું છે. જોકે, આ વધારો અગાઉના દિવસોની સરખામણીએ ઓછો છે. આ અગાઉ વધારો અગાઉના દિવસોની સરખામણીએ ઓછો છે, પરંતુ બજારમાં તેજીનું વલણ યથાવત છે.

રાજધાની દિલ્હીમાં આજે 24 કેરેટ અને 22 કેરેટ બંને પ્રકારના સોનામાં પ્રતિ દસ ગ્રામ દીઠ રૂ.10 નો નજીવો વધારો નોંધાયો છે.બે દિવસની સ્થિરતા બાદ આજે સતત બીજા દિવસે કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. બે દિવસમાં એક કિલો ચાંદી રૂ.5,100 જેટલી મોંઘી થઈ છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં ચાંદીનો ભાવ રૂ.2,65,100 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે. જોકે, ચેન્નાઈ હજુ પણ સૌથી મોંઘા બજાર તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં એક કિલો ચાંદી રૂ.2,80,100 ના ભાવે વેચાઈ રહી છે.