વેપાર@દેશ: સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાંદીમાં પણ જબરદસ્ત તેજી, જાણો આજનો ભાવ

 
ગોલ્ડ
સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,28,550ના રેકોર્ડ સ્તરે પહોંચ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના-ચાંદીના બજારમાં આજે ઐતિહાસિક ઉછાળો નોંધાયો છે. સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1.28 લાખનો આંકડો વટાવી ચૂક્યા છે, જ્યારે ચાંદીએ પણ નવો ઓલ ટાઇમ હાઇ બનાવ્યો છે. નિષ્ણાતોના મતે સોનું આગામી સમયમાં $5,000 પ્રતિ ઔન્સ્ સુધી પહોંચી શકે છે.999 શુદ્ધતાવાળું (24 કેરેટ) સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.128,550 ના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. માત્ર એક જ દિવસમાં રૂ.957 નો ઉછાળો રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા, મજબૂત માંગ અને ફુગાવા સામે રક્ષણ મેળવવાની જરૂરિયાતને કારણે સોનાની કિંમતો સતત વધી રહી છે.આજે ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી છે. ચાંદી પ્રતિ કિલો રૂ.178,684 ના ભાવે ટ્રેડ થઈ રહી છે, જે એક જ દિવસમાં રૂ.4,034 નો મોટો વધારો છે. GST સહિત ચાંદીનો ભાવ રૂ.184,044 ને સ્પર્શી ગયો છે, જે તેનો ઓલ ટાઇમ હાઇ છે.