વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ, જાણો આજનો લેટેસ્ટ ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 25 એપ્રિલના રોજ દેશના વિવિધ શહેરોમાં સોનાના ભાવમાં સામાન્ય તફાવત જોવા મળી રહ્યો છે. સ્થાનિક કોમોડિટી એક્સચેન્જ પર સોનાના વાયદા 1,52,800 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે હાજર બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ આશરે 1.55 લાખ રૂપિયા ચાલી રહ્યો છે. દિલ્હીના બુલિયન માર્કેટમાં 25 એપ્રિલે 10 ગ્રામ સોનું અંદાજે 1,54,910 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં આ ભાવ 1,54,400 રૂપિયા છે.
આ આંકડાઓ દર્શાવે છે કે આજે દિલ્હી કરતા મુંબઈમાં સોનું સસ્તું મળી રહ્યું છે. રાષ્ટ્રીય સરેરાશ પર નજર કરીએ તો, દેશભરમાં 24 કેરેટ સોનાનો સરેરાશ ભાવ 1,54,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતી ધાતુઓમાં સામાન્ય તેજી જોવા મળી છે. ભારતીય સમય અનુસાર 25 એપ્રિલની સવારે COMEX પર સોનું 0.03 ટકાના વધારા સાથે 4,725.40 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી પણ 0.24 ટકાના સુધારા સાથે 75.69 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ જોવા મળી હતી. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,41,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર રૂ.1,54,100 પ્રતિ 10 ગ્રામ છે.
સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,41,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર રૂ.1,54,100 પ્રતિ 10 ગ્રામ છે.વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,41,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર રૂ.1,54,100 પ્રતિ 10 ગ્રામ છે.રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,41,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર રૂ.1,54,100 પ્રતિ 10 ગ્રામ છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,41,360 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર રૂ.1,54,200 પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,41,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર રૂ.1,54,050 પ્રતિ 10 ગ્રામ છે.

