વેપાર@દેશ: ભાવમાં ઘટાડો છતા સોનાનો ભાવ 1 લાખને પાર, જાણો આજનો લેટેસ્ટ રેટ

 
ગોલ્ડ
ચાંદીનો ભાવ1,15,965 પ્રતિ કિલો થયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે 25 ઓગસ્ટના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. આ ઘટાડો એવા સમયે થયો છે જ્યારે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના તાજેતરના નિવેદન પછી યુએસ વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષા વધી છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ રૂ1,01,660 પ્રતિ 10 ગ્રામ છે, જે પાછલા દિવસે રૂ1,01,770 પ્રતિ 10 ગ્રામ હતો. 22 કેરેટ સોનાનો ભાવ રૂ93,200 પ્રતિ 10 ગ્રામ છે.

18 કેરેટ સોનાનો ભાવ રૂ76,260 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે એક દિવસ પહેલા તે રૂ76,340 પ્રતિ 10 ગ્રામ હતો.આજે મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 101510 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 93050 રૂપિયા છે. આજે જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 101660 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 93200 રૂપિયા છે.

આજે લખનૌમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 101660 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ 93200 રૂપિયા છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 101660 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 93200 રૂપિયા છે. આજે કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 101510 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 93050 રૂપિયા છે. આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 101560 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 93100 રૂપિયા છે.