વેપાર@દેશ: સોના-ચાંદીમાં તેજીનો માહોલ, જાણો આજના લેટેસ્ટ ભાવ

 
વેપાર
ચાંદીની કિંમત 2.44 લાખને પાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે તારીખ 27 એપ્રિલ 2026, બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 24 કેરેટ સોનાના ભાવમાં 298 રૂપિયાનો નોંધપાત્ર વધારો થયો છે. આ વધારા સાથે સોનું 1,52,997 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું છે. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ 0.15% ની વૃદ્ધિ જોવા મળી છે, જેનાથી પ્રતિ કિલો ચાંદીનો ભાવ 2,44,997 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે સોનાના ભાવમાં તેજીનો માહોલ છે. મુંબઈમાં ચાંદીનો ભાવ 2,60,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓની વધતી માંગને કારણે સ્થાનિક બજારમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.એક્સપર્ટનું અનુમાન છે કે વર્ષ 2026 માં સોનું 1.55 લાખથી 1.7 લાખ રૂપિયાના દાયરામાં રહી શકે છે. ટૂંકા ગાળામાં ભાવમાં વધ-ઘટ જોવા મળી શકે છે, પરંતુ લાંબા ગાળાના રોકાણ માટે સોનું અને ચાંદી બંને મજબૂત વિકલ્પ સાબિત થશે.