વેપાર@દેશ: આજે ફરી સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી ₹6,000 થી વધુ સસ્તી, જાણો નવો ભાવ

 
ગોલ્ડ
સોનાના ભાવમાં રૂ.1,100નો ઘટાડો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો માટે આજે આંચકાજનક દિવસ રહ્યો છે, કારણ કે સોનામાં પ્રતિ 10 ગ્રામ રૂ.1,195 અને ચાંદીમાં પ્રતિ કિલો રૂ.6,084 નો જંગી કડાકો બોલાયો છે. આજે સોનું રૂ.1,51,601 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જે અગાઉના બંધ ભાવથી અંદાજે 0.69% નીચે છે.અત્યારે ચાંદી રૂ.2,38,100 ના લેવલ પર જોવા મળી રહી છે.

ઓપનિંગમાં જ ચાંદી રૂ.5,000 થી વધુ તૂટી હતી અને કુલ કડાકો રૂ.6,084 સુધી પહોંચ્યો હતો. એકબાજુ ઇરાન અને અમેરિકા વચ્ચે ફરી ભીષણ યુદ્ધના ભણકારા અને ભૂ-રાજકીય તણાવમાં થોડી રાહત અથવા વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂતીને કારણે કિંમતી ધાતુઓમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું હોય તેમ જણાય છે.