વેપાર@દેશ: અઠવાડિયાના પહેલા દિવસે સોના ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો 22 અને 24 કેરેટ સોનાની કિંમત
છેલ્લા અઠવાડિયામાં, 24 કેરેટ સોનાનો ભાવ ₹5,060 ઘટ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવા અઠવાડિયાના પહેલા દિવસે 9 માર્ચની સવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને રૂ.1,63,790 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. છેલ્લા અઠવાડિયામાં, 24 કેરેટ સોનાનો ભાવ રૂ.5,060 સસ્તો થયો છે. દરમિયાન, 22 કેરેટ સોનાનો ભાવ રૂ.4,650 ઘટ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ $5,095.81 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.દિલ્હીમાં 9 માર્ચના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં થોડો વધારો થયો છે.
આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,63,790 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ રૂ.1,50,140 રૂપિયા પર છે.હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,49,990 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,63,630 છે.આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો રૂ.1,50,040 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,63,690 પર પહોંચી ગયો છે.

