વેપાર@દેશ: સતત ત્રીજા દિવસે સોના ચાંદીના ભાવમાં નરમાઈ, જાણો આજનો નવો ભાવ

 
વરસાદ
22 કેરેટ 10 ગ્રામ સોનું રૂ.1360 ઘટ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજધાની દિલ્હીમાં એક દિવસની સ્થિરતા બાદ છેલ્લા ત્રણ દિવસમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું આશરે રૂ.1480 સસ્તું થયું છે. જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનું રૂ.1360 ઘટ્યું છે. આજે 08 જુલાઈ, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના 10 ગ્રામ રૂ.10નો ઘટાડો થયો છે. ઔદ્યોગિક માંગમાં ઘટાડાને કારણે ચાંદીના ભાવ પર પણ દબાણ જોવા મળ્યી રહ્યું છે. એક દિવસની સ્થિરતા બાદ આજે એક કિલો ચાંદી રૂ.100 સસ્તી થઈ છે.

અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાના નવા ભાવ આશરે રૂ.1,45,300 છે. 22 કેરેટ 10 ગ્રામ સોનાના નવા ભાવ આશરે રૂ.1,33,190 છે અને 18 કેરેટ 10 ગ્રામ સોનાના નવા ભાવ આશરે રૂ.1,08,980 છે. આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અગાઉ 6 જુલાઈના રોજ સતત બે દિવસની સ્થિરતા પછી એક કિલો ચાંદી રૂ.5,000 ઘટી હતી. આજે દિલ્હીમાં ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.100 ઘટીને રૂ.2,44,800માં વેચાઈ રહ્યી છે. મુંબઈ અને કોલકાતામાં એક કિલો ચાંદી રૂ.2,44,900ના ભાવે વેચાઈ રહી છે. જ્યારે ચેન્નાઈમાં એક કિલો ચાંદીનો ભાવ રૂ.2,49,900 છે. એટલે કે ચાર મહાનગરોમાં સૌથી મોંઘી ચાંદી ચેન્નાઈમાં છે.