વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં વધુ ઘટાડો, જાણો આજે 22 અને 24 કેરેટ સોનું કેટલું સસ્તું થયું?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે મોટાભાગના શહેરોમાં સોના ચાંદીના ભાવ ઘટ્યા છે. રાજધાની દિલ્હીમાં, 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,49,650 પ્રતિ 10 ગ્રામ થયો. એક દિવસ અગાઉ, દિલ્હીના બુલિયન બજારમાં 99.9% શુદ્ધ સોનાનો ભાવ ₹960 ઘટીને ₹10 ગ્રામ થયો છે. સ્થાનિક શેરબજારમાં તેજી અને ડોલર સામે રૂપિયાના મજબૂત થવાને કારણે સોનાના ભાવને ફટકો પડ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર સોનાનો ભાવ ઔંસ દીઠ $4,266.47 પર ટ્રેડ થઈ રહ્યો છેદિલ્હીમાં, 24 કેરેટ સોનાની ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,650 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,190 છેઅમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,090 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,550 થયો છે.સોનાની જેમ, ચાંદીના ભાવ પણ ઘટીને ₹2,59,900 પ્રતિ કિલોગ્રામ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર ચાંદીનો ભાવ $68.17 પ્રતિ ઔંસ છે.

