વેપાર@દેશ: આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો 22-24 કેરેટ સોનાનો ભાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના અને ચાંદીમાં ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. વાયદા બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે તો રિટેલ બજારમાં સોનું ગગડ્યું છે. કોમેક્સ પર સોનું $3,280 પ્રતિ ઔંસ પાર પહોંચી ગયું છે. જેમાં આજે $21 ની તેજી જોવા મળી. જેનું મુખ્ય કારણ ચીન અને અમેરિકા વચ્ચે જિયો પોલિટીકલ તણાવ અને અમેરિકામાં વ્યાજ દરો અંગે અનિશ્ચિતતા છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કાપની સંભાવનાઓ રોકાણકારો વચ્ચે ચિંતાનો વિષય બનેલી છે. જેના કારણે સેફ હેવન તરીકે સોનાની માંગણી વધી છે.
આજે 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 220 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 93,734 રૂપિયા પર પહોંચ્યો છે. જ્યારે છેલ્લા સેશનમાં ભાવ 93,954 રૂપિયા પર ક્લોઝ થયો હતો. ચાંદીમાં 407 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 93,718 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો છે. જે છેલ્લા સેશનમાં 94,125 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
આજે સોનું લગભગ ₹93,500 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યુ છે. જે આશરે 1 ટકાની દૈનિક તેજી દર્શાવે છે. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં લગભગ 7%ની તેજી જોવા મળી છે. જેનાથી તે રોકાણકારો માટે ફરીથી આકર્ષક વિકલ્પ બન્યું છે. બીજી બાજુ ચાંદીના ભાવમાં ઉતાર ચડાવ ચાલુ છે. MCX પર ચાંદીનો ભાવ ₹93,000 પ્રતિ કિલોગ્રામ આસપાસ છે. જો કે ઘરેલુ બજારમાં હળવો ઘટાડો જોવા મળ્યો છે. તેનાથી ઉલ્ટું વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં લગભગ 0.5% ની તેજી જોવા મળી છે અને કોમેક્સ પર ચાંદી $33 પ્રતિ ઔંસની નજીક પહોંચી છે. ચાંદીના ભાવમાં ઉતાર ચડાવનું મુખ્ય કારણ વૈશ્વિક અનિશ્ચિતતા અને ચાંદીની ઈન્ડસ્ટ્રીયલ માંગણીમાં આવેલી કમી છે.