વેપાર@દેશ: આજે અમાસના દિવસે સોના-ચાંદીના ભાવમાં વધઘટ, જાણો આજનો ભાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે અમાસના દિવસે શરૂઆતની સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં થોડી વધઘટ જોવા મળી છે. આજે 23 ઓગસ્ટે બજાર ખુલતા જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં આજે ફરી મોટો ઘટાડો નોંધાયો છે.
આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,00,670 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 92,290 રૂપિયા પર છે. ત્યારે ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં 240 રુપિયાનો ઘટાડો થયો છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,140 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,520 રૂપિયા છે.અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 92,190 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,570 રૂપિયા છે.
આજે ચાંદીના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 1,18,100 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં રુપિયા 2000નો વધારો નોંધાયો છે. યુએસ ફેડરલ રિઝર્વ તેની સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો ફરી શરૂ કરશે તેવી અપેક્ષા સાથે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો.