વેપાર@દેશ: લગ્ન સિઝનની શરુઆત થતા જ સોના ચાંદીના ભાવ વધ્યા, જાણો લેટેસ્ટ રેટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹127,890 પ્રતિ 10 ગ્રામ થયો હતો. અન્ય શહેરોમાં પણ ભાવમાં ઘટાડો થયો હતો. પ્રોફિટ બુકિંગ, નબળી વૈશ્વિક ભાવના અને સ્થાનિક ખરીદીમાં ઘટાડો થવાને કારણે સોનાના ભાવને અસર થઈ હતી. આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,17,140 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,27,790 પર પહોંચી ગયો છે.
ચાંદીના ભાવમાં વધારો ચાલુ છે. 28 નવેમ્બરના રોજ, ભાવ ₹173,100 પ્રતિ કિલોગ્રામ હતો. અમેરિકન ઉદ્યોગપતિ અને 'રિચ ડેડ પુઅર ડેડ' પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીનો અંદાજ છે કે 2026 માં ચાંદી ટૂંક સમયમાં $70 અને કદાચ $200 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $3,996.93 પર પહોંચી ગયો છે. ડિસેમ્બર 2026 સુધીમાં સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

