વેપાર@દેશ: ક્રિસમસના દિવસે સોના ચાંદીના ભાવમાં જંગી વધારો, જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ
સોના ચાંદીના ભાવમાં સતત વધઘટ થતી રહી છે. સોના કરતા પણ ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે આવો જાણીએ 25 ડિસેમ્બરે સોના ચાંદીના ભાવમાં શું ફેરફાર આવ્યો છે.આજે 25 ડિસેમ્બરે સોનાના ભાવમાં વધારો થયો છે. પ્રતિ 10 ગ્રામ 139300 પર પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 12770 પર ટ્રેડ કરી રહ્યો છે. મહત્વનું છે કે બુધવારે સવારે સોનાનો ભાવ ₹1,38,269 પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે ₹384 વધીને હતો. ટ્રેડિંગ સત્ર દરમિયાન, સોનું ₹584 વધીને ₹1,38,469 ની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
આજે એક કિલો ચાંદીના ભાવમાં 1 હજાર રૂપિયાનો વધારો થયો છે. ચાંદી આજે 234000 પર ટ્રેડ કરી રહી છે. 24 ડિસેમ્બરે ચાંદીનો ભાવ 10 હજાર રૂપિયા વધ્યો હતો. આ ભાવ વધારો ચોંકાવનારો હતો કારણ કે વર્ષની શરૂઆતમાં તે ₹90,500 પ્રતિ કિલો હતી. આનો અર્થ એ થયો કે એક વર્ષમાં ચાંદી લગભગ ₹1,43,000 મોંઘી થઈ ગઈ છે. નિષ્ણાતો કહે છે કે આ વધારો ફક્ત અટકળોને કારણે નથી, પરંતુ મજબૂત મૂળભૂત કારણોને કારણે છે.

