વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો, ચાંદી રૂ.24000 સસ્તી થઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી મોટો કડાકો બોલાયો છે. મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ પર ખુલતા જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયો. ચાંદીના ભાવમાં ₹24,196નો ઘટાડો થતા રોકાણકારોમાં ચિંતા પ્રસરી ગઈ છે. MCX પર ચાંદીના ભાવમાં ₹24,196નો ઘટાડો થતા ભાવ ₹2,44,654 પર પહોંચી ગયા છે. જ્યારે સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં ચાંદી 9% જેટલી તૂટી પડતા બજારમાં ભારે હલચલ ગઈ છે.
સોનાના ભાવમાં પણ ગઇકાલની સરખામણીએ ફેરફાર જોવા મળ્યો છે.સોનાના ભાવમાં પણ અચાનક ₹4,500 થી વધુનો ઘટાડો થયો, જેના કારણે તે સસ્તું થયું. આજે સોનું 148455ના નીચલા સ્તરને સ્પર્શી આવ્યું હતું. જે અંદાજે 4થી 5 હજારનો કડાકો દર્શાવે છે.સોના-ચાંદીમાં આવેલા ભાવ ઘટાડા પાછળ વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતી અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા આર્થિક સમીકરણો જવાબદાર હોઈ શકે છે.

