વેપાર@દેશ: સોના અને ચાંદીમાં જોરદાર કડાકો, જાણો 10 ગ્રામ સોનાનો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સોના અને ચાંદીમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે. આમ જોઈએ તો ભારતીય બજારમાં આ વર્ષે જોનું 21000 રૂપિયા સુધી ચડ્યું છે પરંતુ જ્યારથી મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયું છે ત્યારથી સોનાના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સોનાની સાથે સાથે ચાંદી પણ ગગડી છે. વૈશ્વિક બજારમાં પણ આજે ફરીથી સોનું ધડામ થયું.11 ડોલરના ઘટાડા સાથે ભાવ 4320.83 ડોલર પ્રતિ ઔંસ પહોંચ્યો હતો. સ્પોટ ગોલ્ડ 8 જૂનના રોજ 11 ડોલરથી વધુ ગગડ્યું. જે ગોલ્ડ થોડા સમય પહેલા સુધી 5595 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું હતું તે આજે 4320 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે.
આજનો સોના-ચાંદીનો ભાવ IBJA પર આજે આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 3470 રૂપિયા સુધી ગગડી ગયો છે અને 150768 પર પહોંચી ગયો. જે લાસ્ટ સેશનમાં 154238 પર બંધ થયો હતો. જ્યારે 1 કિલો ચાંદીના ભાવમાં પણ 15748 રૂપિયાનો મોટો કડાકો નોંધાયો છે અને ભાવ 241160 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. જે લાસ્ટ સેશનમાં 256908 પર બંધ થયો હતો.
અત્રે ખાસ નોંધનીય છે કે આ ભાવમાં જીએસટી અને મેકિંગ ચાર્જ સામેલ હોતા નથી. તથા ભાવ સવાર સાંજ એમ દિવસમાં બેવાર જાહેર કરાય છે. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે ભાવ જાહેર કરવામાં આવતા નથી. વાયદા બજારમાં આજે સવારે સોનું અને ચાંદી કડાકા સાથે ખુલ્યા હતા. અત્યારે 12.10 PMનો લેટેસ્ટ ભાવ જોઈએ તો 5 ઓગસ્ટના વાયદાવાળું 10 ગ્રામ સોનું અત્યારે 1.34 ટકાના ઘટાડા સાથે 153504 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે 3 જુલાઈના વાયદાવાળી એક કિલોગ્રામ ચાંદી 2.69 ટકાના ઘટાડા સાથે 241851 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે છે.
આ વર્ષે સોનું 21000 રૂપિયા તો ચાંદી 27000 રૂપિયા જેટલી મોંઘી થઈ છે. 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાનો ભાવ 1.33 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જ્યારે આજે તે 1.53 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે. જ્યારે ચાંદી 2.30 લાખ રૂપિયા કિલોના ભાવ મળતી હતી જે હવે 2.57 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. જો કે સોનું પોતાના ઓલટાઈમ હાઈ 1.76 લાખ રૂપિયા અને ચાંદી 3.86 લાખ રૂપિયાથી હાલ તો ઘણા સસ્તા છે.

