વેપાર@દેશ: આજે સોના ચાંદીમાં જોરદાર કડાકો, સોનું 6000 તો ચાંદી 23000 રૂપિયા સસ્તી થઈ
વૈશ્વિક બજારમાં પણ અસમંજસની સ્થિતિ છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાયદા બજારમાં સોના અને ચાંદી ઉછળ્યા પરંતુ રિટેલ બજારમાં સોના અને ચાંદીમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં પણ અસમંજસની સ્થિતિ છે. રોકાણકારો ક્યારેક સુરક્ષિત રોકાણ તરફ ભાગી રહ્યા છે તો ક્યારેક મજબૂત ડોલરના કારણે સોનાથી અંતર જાળવી રહ્યા છે. IBJAના લેટેસ્ટ રેટ્સ જોઈએ તો આજે ધૂળેટીના દિવસે 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 6149 રૂપિયા તૂટીને 161322 રૂપિયાની સપાટીએ ખુલ્યું છે. જે હોળીના આગલા દિવસે 2 માર્ચના રોજ 167471 પર બંધ થયું હતું. જ્યારે ચાંદીમાં આજે 23417 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 266431 પર પહોંચ્યો છે.લાસ્ટ સેશનમાં 289848 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
જ્વેલર્સ એસોસિએશન જાહેર રજાઓ અને શનિવારે તથા રવિવારે ભાવ જાહેર કરતું નથી. તેના ભાવ દિવસમાં બે વાર જાહેર થાય છે અને જીએસટી તથા મેકિંગ ચાર્જ સામેલ હોતા નથીભારતીય વાયદા બજારના લેટેસ્ટ રેટ જોઈએ તો બપોરે 12.10 કલાકના ભાવ મુજબ 2 એપ્રિલની એક્સપાયરીવાળું 10 ગ્રામ સોનું હાલ 1.13 ટકા ચડીને 162931 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે 5 મેની એક્સપાયરીવાળી એક કિલો ચાંદીના 2.22 ટકા ચડીને 271200 રૂપિયા છે.

