વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં આજે મોટો કડાકો, સોનું 1,60 લાખની નીચે, ચાંદીમાં 4,800થી વધુનો ઘટાડો

 
ગોલ્ડ
ચાંદીમાં સોના કરતા પણ વધુ કડાકો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મિડલ ઈસ્ટમાં ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ હોવા છતાં, ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. સામાન્ય રીતે યુદ્ધના સમયે સોનું સુરક્ષિત રોકાણ ગણાતું હોવાથી તેના ભાવ વધતા હોય છે, પરંતું આજે સોનામાં અંદાજે રૂ.738 થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં અત્યારે સોનું રૂ.1,59,667.00 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. દિવસ દરમિયાન સોનાએ રૂ.1,60,401 નો હાઈ બનાવ્યો હતો.

ચાંદીમાં અત્યાર સુધીમાં અંદાજે રૂ.4,861 જેટલો જંગી ઘટાડો નોંધાયો છે. હાલમાં ચાંદી રૂ.2,63,932.00 ના સ્તરે કારોબાર કરી રહી છે, જે ગઈકાલના બંધ ભાવથી 1.50% જેટલો ઘટાડો દર્શાવે છે.સોના અને ચાંદીના ભાવ છેલ્લા કેટલાક દિવસોથી રેકોર્ડ સ્તરે હતા. યુદ્ધની અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોએ ઉંચા ભાવે પોતાની પોઝિશન ખાલી કરીને નફો વસૂલવાનું શરૂ કર્યું છે, જેના કારણે બજારમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે.વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલર અન્ય કરન્સીની સરખામણીએ મજબૂત થઈ રહ્યો છે. જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે સોના-ચાંદી જેવી કોમોડિટી પર દબાણ વધે છે અને તેના ભાવમાં ઘટાડો થાય છે.