વેપાર@દેશ: આજે રક્ષાબંધનના દિવસે સોના-ચાંદીના ભાવ ગગડ્યા, જાણો લેટેસ્ટ રેટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 28 ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ શુભ પ્રસંગે જો તમે તમારી વહાલસોયી બહેન માટે સોનાની વીંટી, પેન્ડન્ટ કે ચાંદીના સુંદર દાગીના ભેટમાં આપવાનું વિચારી રહ્યા હોવ, તો બુલિયન બજારમાંથી તમારા માટે અત્યંત આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. આજના દિવસે ભારતીય સોના-ચાંદી બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે, જેના કારણે તહેવારોની ખરીદી કરનારા લોકોને મોટી રાહત મળી છે.
આજે દેશભરમાં 24 કેરેટ શુદ્ધ સોનાનો સરેરાશ ભાવ પ્રતિ ગ્રામ રૂ. 16,297 અથવા પ્રતિ 10 ગ્રામ રૂ. 1,62,970 નોંધાયો છે. આ જ રીતે, ઘરેણાં અને દાગીના બનાવવા માટે સૌથી વધુ પસંદ કરવામાં આવતા 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂ. 14,939 અથવા પ્રતિ 10 ગ્રામ રૂ. 1,49,390 ની સપાટીએ પહોંચ્યો છે. તહેવારોની મોસમની શરૂઆતમાં જ સોનાના ભાવમાં આવેલો આ ઘટાડો ગ્રાહકો માટે ખરીદીનો સુવર્ણ અવસર સાબિત થઈ રહ્યો છે.
દેશના મોટા શહેરો અને મહાનગરોમાં આજે 24 કેરેટ અને ૨૨ કેરેટ સોનાના દરોમાં આંશિક તફાવત જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હી, આર્થિક રાજધાની મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈ જેવા મેટ્રો શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 1,63,130 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો દર રૂ. 1,49,540 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.ગુજરાતના વેપારી મથક અમદાવાદમાં આજના દર સરખામણીએ થોડા હળવા રહ્યા છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 1,63,030 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 1,49,445 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. નોઈડામાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 1,63,130 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 1,49,550 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે.
સોનાની સાથોસાથ રક્ષાબંધને ચાંદીના ભાવમાં પણ હળવો ઘટાડો નોંધાયો છે. ભારતીય બુલિયન બજારમાં આજે ચાંદીનો સરેરાશ ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 2,60,000 થી રૂ.2,65,000 ની આસપાસ છે. ગુડ રિટર્ન્સના તાજા અહેવાલ મુજબ, 28 ઓગસ્ટે 1 ગ્રામ ચાંદીનો ભાવ રૂ. 259.90 નોંધાયો છે, જે ગઈકાલના રૂ. 260 ના ભાવ કરતા થોડો ઓછો છે. આ ભાવ અનુસાર, આજે 10 ગ્રામ ચાંદીનો દર રૂ. 2,599,100 ગ્રામ ચાંદીનો દર રૂ. 24,990 અને 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂ. 2,59,900 ની સપાટીએ રહ્યો છે.

