વેપાર@દેશ: સોના ચાંદીના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા, જાણો આજનો નવો ભાવ

 
ગોલ્ડ

સોનામાં રૂ. 1200 નો ધરખમ વધારો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના ચાંદીના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. આજે સોનામાં રૂ. 1200 નો ધરખમ વધારો થયો છે. જેને પગલે સોનું ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. સાથે ચાંદીમાં પણ રૂ 400 વધ્યા છે. ફેડ ફેડની તા.17-18સપ્ટેમ્બરે યોજાનારી મિટિંગમાં 0.25 ટકાનો વ્યાજદર ઘટાડો આવશે તેના ચાન્સ વધીને 89 ટકા થયા હતા. જે એક સપ્તાહ અગાઉ 82 ટકા હતા આથી વ્યાજદર ઘટાડાના ચાન્સ વધતાં ડોલરના ઘટાડાને પગલે સોના-ચાંદીમાં ગુરૂવારે તેજીની આગેકૂચ ચાલુ રહી હતી.

છેલ્લા એક સપ્તાહ મા રૂ.2400 નો વધારો થયો છે. આજે સોનામાં રૂ. 1200 ના વધારા સાથે સોનું રૂ 105700 અને ચાંદી રૂ.400 વધી રૂ. 121200 ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું છે. અમેરિકાના ગ્રોથ રેટના અને કોર્પોરેટ પ્રોફિટના ડેટા સ્ટ્રોગ આવવા છતાં ડોલર ઘટયો નહોતો આથી સોના-ચાંદી તેજીની આગેકૂચ અટકી નહોતી. ફેડ ચેરમેને જેકશન હોલ ખાતે વિશ્વની સેન્ટ્રલ બેન્કોના ચેરમેનની કોન્ફરન્સમાં સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો હતો આથી માર્કેટ હવે એવું માની રહી છે કે સપ્ટેમ્બરમાં વ્યાજદર વધારો ચોકક્સ આવશે જો કે ગ્રોથરેટ અને કોર્પોરેટ પ્રોફિટના ડેટા સ્ટ્રોગ આવ્યા છતાં ડોલર સુધરવાને બદલે ઘટતો રહ્યો હતો.