વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ રેટ

 
ગોલ્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. બુલિયન બજાર ખુલતાની સાથે જ, સોનાનો ભાવ તમામ રેકોર્ડ તોડીની આસમાને પહોંચી ગયો છે અને ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળ્યો છે.દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 700 રુપિયાથી વધારેનો વધારો નોંધાયો છે અને આ સાથે આજે સોનાનો ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,03,470 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 94,860 રૂપિયા પર છે.

મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 94,710 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,03,320 રૂપિયા છે.આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 94,760 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,03,370 રૂપિયા છે.આ સાથે અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,19,900 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. જ્યારે આજે ચાંદીનો ભાવ 1,19,800 પર ટ્રેડ કરી રહ્યો હતો ત્યારે આજે 100 રુપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.