વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો આજના ભાવ

 
ગોલ્ડ
સોનાના ભાવમાં 300 રુપિયાનો વધારો નોંધાયો 

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,35,000 પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,325.02 છે.દિલ્હીમાં 19 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,35,000 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,23,760 રૂપિયા પર છે. ત્યારે આજે સોનાના ભાવમાં 300 રુપિયાનો વધારો નોંધાયો છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,23,610 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,34,850 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,23,610 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,34,900 પર પહોંચી ગયો છે. ચાંદીમાં પણ આજે વધારો જોવા મળ્યો. ભાવ પ્રતિ કિલોગ્રામ 2,11,100 પર પહોંચી ગયો છે. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ પ્રતિ ઔંસ $66.04 છે. પુરવઠાની અછત, સલામત રોકાણોની વધતી માંગ, મજબૂત છૂટક અને ઔદ્યોગિક માંગ, ચાંદીના ETFમાં મજબૂત રોકાણ અને ફેડરલ રિઝર્વ દ્વારા વધુ વ્યાજ દરમાં ઘટાડાની વધતી અપેક્ષાઓને કારણે ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ચીન 2026 થી ચાંદીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યું છે તેવા અહેવાલોથી આ તેજી વધુ વેગ મળ્યો છે.