વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર તીવ્ર વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
ચાંદી એક જ દિવસમાં રૂ.4,000 વધી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તીવ્ર વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં થયેલા વધારાથી રોકાણકારો અને ખરીદદારો બંને આશ્ચર્યચકિત થયા છે. એક જ દિવસમાં ચાંદીના ભાવમાં લગભગ રૂ.4,000નો ઉછાળો જોવા મળ્યો છે. MCX પર શરૂઆતના વેપારમાં ચાંદીના ભાવ રૂ.3,993 વધીને રૂ.2,55,735 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યા.સોનાનો ભાવ પણ લગભગ રૂ.861 વધીને રૂ.1,54,809 પ્રતિ 10 ગ્રામ થયો.
બુલિયન બજારમાં 24 કેરેટ સોનાના ભાવ રૂ.220 વધીને રૂ.1,55,570 પ્રતિ 10 ગ્રામ. 22 કેરેટના રૂ.200 વધીને રૂ.1,42,600 પ્રતિ 10 ગ્રામ આંઉં 18 કેરેટના રૂ.170 વધીને રૂ.1,16,680 પ્રતિ 10 ગ્રામ છે. ચાંદી રૂ.2,70,000 પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી છે. દિલ્હીમાં અક્ષય તૃતીયાનો ઉત્સાહ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. સ્ટોકિસ્ટો દ્વારા નવી ખરીદીને કારણે બુધવારે બજાર બંધ થતાં ચાંદી રૂ.2.57 લાખ પ્રતિ કિલો થઈ ગઈ. જ્યારે સોનાએ રૂ.1.58 લાખ પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને સ્પર્શ કર્યો.

