વેપાર@દેશ: આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો, જાણો લેટેસ્ટ રેટ

 
ગોલ્ડ
સોનાના ભાવમાં 1200 રૂપિયાથી વધુનો વધારો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. MCX પર ચાંદીની કિંમત ₹3500થી વધુ ઉછળીને નવા લાઈફ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ. ચાંદી તેના અગાઉના બંધ ભાવ ₹1,74,981ની સરખામણીએ ₹1,76,452 પર ખૂલી હતી અને માત્ર 15 મિનિટમાં ₹3508નો વધારો થયો.સોનાના ભાવમાં પણ ₹1200થી વધુનો વધારો થયો.

સોનાનો ભાવ ₹1,29,504 પર બંધ થયા બાદ સોમવારે ખુલતાની સાથે જ ₹1,30,794 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતો જોવા મળ્યો, એટલે કે એક ઝાટકે સોનું ₹1290 મોંઘું થયું. આ ઉછાળા છતાં સોનું હજી પણ તેના લાઈફ ટાઈમ હાઈ લેવલ(₹1,34,024 પ્રતિ 10 ગ્રામ)થી લગભગ ₹4000 સસ્તું મળી રહ્યું છે.ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના શુક્રવારના ભાવ પ્રમાણે, 24 કેરેટ સોનું ₹1,26,591 પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી ₹1,64,359 પ્રતિ કિલો પર બંધ થઈ હતી.