વેપાર@દેશ: સોના ચાંદીના ભાવ વધતા અટકી ફરી તૂટયા, જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. જ્યારે ચાંદીના ભાવ વધતા અટકી ફરી તૂટયા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના 5178થી 5179 ડોલરવાળા આજે નીચામાં ભાવ 5121 તથા ઉંચામાં ભાવ 5194 થઈ 5159થી 5170 ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સની વધઘટ તથા ક્રૂડ તેલની વધઘટ પાછળ વૈશ્વિક સોનામાં પણ બેતરફી ચાલ જોવા મળી હતી.મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.271347 થી ઘટી રૂ.257800 થઈ રૂ.264212 રહ્યા હતા.ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ઘટી 995ના રૂ.164700 તથા 999ના રૂ.165000 રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.270000 રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના 2167થી 2167 વાળા નીચામાં ભાવ 2134 તથી ઉંચામાં ભાવ 2224 થઈ 2168થી 2168 ડોલર રહ્યા હતા. ક્રૂડતેલના ભાવમાં જોકે તેજી ચાલુ રહી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરવલના 82.14 વાળા વધી 84.74 થઈ 83.63 ડોલર રહ્યા હતા.

