વેપાર@દેશ: આજે ફરી સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સવારે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો નોંધાયો છે, જેના કારણે રોકાણકારો અને ગ્રાહકોમાં આશ્ચર્ય ફેલાયું છે.ગઈકાલે સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આ રાહત લાંબો સમય ટકી શકી નહીં. આજે સવારે MCX પર ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ કિંમતી ધાતુઓએ જોરદાર રિકવરી કરી છે. આજે અમદાવાદમાં ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹340 અને પ્રતિ કિલોગ્રામ ₹3,40,000 છે.
આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,41,490 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,54,350 પ્રતિ 10 ગ્રામ છે.આજે 23 જાન્યુઆરીના રોજ દેશમાં ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹340 અને પ્રતિ કિલોગ્રામ ₹3,40,000 છે.આજે 23 જાન્યુઆરીના રોજ દેશમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,41,440 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,54,300 પ્રતિ 10 ગ્રામ છે. આજે સૌથી મોટો ચમકારો ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે. કોમોડિટી માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ સીધો 10,000 રૂપિયાનો જંગી ઉછાળો નોંધાયો. ગઈકાલના કડાકા બાદ આવેલી આ તેજીએ બજારમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.

