વેપાર@દેશ: નવરાત્રી પહેલા જ સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી

 
ગોલ્ડ
તહેવારોની સિઝનમાં માંગ વધતા ભાવો વધુ ઉંચાઈએ પહોંચી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોમવારથી નવરાત્રી શરૂ થશે ત્યાં તો નવરાત્રી પહેલા જ સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. આજે સોનામાં રૂ.800 નો વધારો નોંધાયો છે. જ્યારે ચાંદીમાં રૂ. 2500 નો ઉછાળો જોવા મળ્યો છે. આ વધારાના ભાવ સાથે આજે સોનું રૂ.1,14,100 અને ચાંદી રૂ.1,34,400 ની ઊંચાઈએ પહોંચ્યું છે. આ ભાવ વધારાનું મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં તેજી અને ડોલર ઇન્ડેક્સમાં થયેલા ફેરફારોને કારણે સોના-ચાંદીમાં ફરી તેજી જોવા મળી રહી છે.

તહેવારો પહેલા જ ભાવમાં આટલો ઉછાળો આવતા ગ્રાહકો હાલ ખરીદી પર રોકી લગાવી છે. તહેવાર સમયે જ આ તેજી ગ્રાહકો માટે મોંઘવારીનો ઝટકો બની શકે છે. હજુ આગળ તહેવારોની સિઝનમાં માંગ વધતા ભાવો વધુ ઉંચાઈએ પહોંચી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. સોમવારથી નવરાત્રી શરૂ થાય છે, ત્યારે લોકો તહેવારને લઈને ખરીદી કરતા હોય છે. નવરાત્રી પૂર્વે જ સોના-ચાંદીના ભાવમાં આવેલા આ ઉછાળાએ ખરીદી પર સીધી અસર કરી છે. હાલ સતત ભાવમાં વધારો જોતા વેપારીઓ અને ગ્રાહકો ચિંતામાં મૂકાયા છે.