વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં જોરદાર તેજી, સોનું 1,55,000ને પાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના અને ચાંદી બંનેના ભાવમાં આજે જોરદાર ઉછાળો નોંધાયો છે, જેના કારણે રોકાણકારો અને બુલિયન બજારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાંદીના વાયદા ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે સોનાએ ₹1,55,000 ની માનસિક સપાટી સ્પર્શી લીધી છે.
ચાંદી આજે 240000 રૂપિયાની સપાટીને ક્રોસ કરી ચૂકી છે. ચાંદીમાં આજે કુલ 4790 રૂપિયાનો ઉછાળો નોંધાઈ ચૂક્યો છે. જોકે સમાચાર લખાવા સુધી તેમાં થોડુંક કરેક્શન નોંધાયું હતું. ચાંદીએ જૂના બંધ ભાવ રૂ.2,35,659 સામે રૂ.2,37,973 પર મજબૂત ઓપનિંગ આપ્યા બાદ ટ્રેડિંગ દરમિયાન રૂ.2,40,449 ની ઊંચી સપાટી બનાવી હતી.
સોનું પણ આજે 1325 રુપિયા જેટલું પ્રતિ ગ્રામ મોંઘુ થયું છે. જોકે સમાચાર લખાવા સુધી તેમાં 1235 રૂપિયાની તેજી નોંધાઈ હતી. સોનું હાલ 155000 ની સપાટીને વટાવી ચૂક્યું છે.સોનું જૂના બંધ ભાવ રૂ.1,53,765 સામે રૂ.1,54,947 ના ભાવ પર ખૂલ્યું હતું અને ટ્રેડિંગ દરમિયાન રૂ.1,55,090 નો હાઇ બનાવીને હાલમાં રૂ.1,55,000 ની મહત્વપૂર્ણ સપાટી પર ટ્રેડ કરી રહ્યું છે.

