વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં પ્રચંડ તેજી, સોનામાં 5,700 તો ચાંદીમાં રૂ.12,196 નો રેકોર્ડબ્રેક ઉછાળો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં આવેલા જબરદસ્ત ઉછાળાની સીધી અસર ભારતીય વાયદા બજાર પર જોવા મળી રહી છે. આજે સોના અને ચાંદીના ભાવમાં પ્રચંડ તેજી જોવા મળી છે. ચાંદીમાં છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધને કારણે કડાકાની સ્થિતિ જોવા મળી રહી હતી પરંતુ આજે અચાનક જ મોટો ગેપ અપ ઉછાળો આવ્યો છે. બજાર ખુલતા જ ચાંદીના ભાવમાં આજે એકઝાટકે મોટો ઉછાળો નોંધાયો છે. આજે ચાંદી ઊંચામાં 236137ની સપાટીને સ્પર્શી હતી. જેના પરથી કહી શકાય કે ચાંદી લગભગ 12196 રૂપિયા મોંઘી થઈ હતી.
ચાંદી હાલમાં 2,34,550.00 પર ટ્રેડ થઈ રહી છે. એટલે કે, ચાંદીમાં અત્યાર સુધીમાં +10,609.00 (+4.74%) નો વધારો જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન ચાંદી ઊંચામાં 2,36,137.00 સુધી પહોંચી હતી, જે અગાઉના બંધ ભાવથી આશરે 12,196.00 રૂપિયા જેટલી વધારે છે.સોનાના ભાવમાં પણ આજે તેજીનો કરંટ જોવા મળ્યો છે. રોકાણકારોમાં ખુશીની લાગણી પર્વર્તી રહી છે. સોનામાં આજે પ્રતિ 10 ગ્રામ લગભગ 5500થી વધુનો એકઝાટકે ઉછાળો આવ્યો હતો. જ્યારે સોનાએ આજે 147925 ની ટોચ બનાવી હતી. જેના પરથી કહી શકાય કે ચાંદી ગઈકાલની તુલનાએ આજે 5730 રૂપિયા વધુ મોંઘુ થયું હતું. સોનું હાલમાં +5,324.00ના વધારા સાથે 1,47,519.00 પર ટ્રેડ થઈ રહ્યું છે. આજે સોનાએ ઊંચામાં 1,47,925.00 ની સપાટી વટાવી હતી, જે અગાઉના બંધ ભાવ કરતા આશરે 5,730.00 રૂપિયા જેટલી વધુછેે.

