વેપાર@દેશ: કરવા ચોથના અવસર પર સોનું ફરી એકવાર મોંઘુ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોનામાં ભાવ વધારાનો આ સતત પાંચમો દિવસ છે. તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે, અને લોકો ઘરેણાંની ખરીદી કરી રહ્યા છે. તેની સીધી અસર કિંમતો પર પડી રહી છે. આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1860 રૂપિયા ઘટ્યો છે.જે ગઇકાલે 124000ને પાર હતા. 10 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,22,440 રૂપિયા પર પહોંચી ગયો છે. માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં પણ સોનાના ભાવમાં વધારો થયો છે.
MCX પર શરૂઆતના વેપારમાં, ચાંદીના ભાવ 1,132 ઘટીને ₹1,45,192 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા. ગુડ રિટર્ન મુજબ આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે. ચાંદી એક કિલોના 1,70,000 પર પહોંચી છે.24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.