વેપાર@દેશ: સોનું 88,000ને પાર પહોચ્યું, ચાંદી પણ 1 લાખને પાર, જાણો આજનો ભાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 21 ફેબ્રુઆરી 2025ના રોજ સોનાના ભાવમાં વધારો થયો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 88,000 રૂપિયાને પાર પહોંચી ગયો છે. તે જ સમયે, 22 કેરેટ સોનાની કિંમત 80,800 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. સોનાની કિંમતમાં 500 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં નજીવો ફેરફાર જોવા મળ્યો હતો. દિલ્હીમાં 24 કેરેટ સોનું મોંઘુ ફરી મોંઘુ થયું છે. અહીં કિંમત 88,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે, જ્યારે 22 કેરેટ સોનું 80,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.
મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 88,050 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 80,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. અહીં જાણો 21 ફેબ્રુઆરી 2025ના રોજ દેશના 4 મોટા શહેરોમાં સોનાની કિંમત. અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 80,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 88,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.દેશમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ગઈકાલના ભાવની સરખામણીએ રૂ. 1,00,400 પર ટ્રેડ થઈ રહ્યો છે. આજે ચાંદીની કિંમત 1,00,400 રૂપિયા પ્રતિ કિલો છે.