વેપાર@દેશ: સોનું 1 લાખને પાર પહોચ્યું! જાણો આજનો ભાવ

 
ગોલ્ડ
 ચાંદીમાં પણ મોટો ઉછાળો આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ફરી એકવાર સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ દિવસોમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ, ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભૌતિક બજારમાં પહેલીવાર 1 લાખ રૂપિયાને પાર કરી ગયો.24 કેરેટ સોનાનો છેલ્લો ભાવ 10 ગ્રામ દીઠ 97,200 રૂપિયા નોંધાયો હતો. 3% ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને કારણે સોનાનો ભાવ વધીને 1,00,116 રૂપિયા થયો છે.

આજે 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યે MCX પર સોનાનો ભાવ ₹97,352 પ્રતિ 10 ગ્રામ હતો. જે બાદ આજે ફરી સોનાના ભાવ આસમાને પહોચ્યાં છે. નવી દિલ્હીમાં 22 એપ્રિલ 24 કેરેટ સોનાનો ભાવ 98,510 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનું 90,310 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં આજે 24 કેરેટ સોનું 98,410 રુપિયા પ્રતિ ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,210 રુપિયા પર પહોંચી ગયો છે.સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંસ્થાઓ દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ 857 અને 18 કેરેટ પર 750 લખેલું છે.