વેપાર@દેશ: સોનું 1.62 લાખ અને ચાંદી 2.46 લાખને પાર, જાણો આજનો નવો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતીય બજારમાં સોના ચાંદી બંને કિંમતી ધાતુઓના ભાવ સતત નવી ઊંચાઈ સર કરી રહ્યા છે. ભારતીય બુલિયન માર્કેટ અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીની કિંમતોને જાણે પાંખો લાગી ગઈ છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ બંને ધાતુઓના દામ રેકોર્ડ સ્તર તરફ આગળ વધી રહ્યા છે. માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં MCX પર ચાંદી પ્રતિ કિલોગ્રામ આશરે 32,000 મોંઘી થઈ ગઈ છે, જ્યારે સોનામાં પણ પ્રતિ 10 ગ્રામ દીઠ આશરે 20,000નો વિરાટ ઉછાળો જોવા મળ્યો છે.
MCX પર સોનું 1.62 લાખને પાર પહોંચ્યું છે. ગઈકાલે MCX પર સોનાનો વાયદા ભાવ રૂ.1.62 લાખ પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી ગયો હતો. જ્યારે 3 August ના રોજ સોનું લગભગ રૂ.1.42 લાખ પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. એટલે કે માત્ર 20 દિવસમાં સોનાની કિંમતમાં આશરે રૂ.20,000નો વધારો નોંધાયો છે. આ તીવ્ર ઉછાળાએ રોકાણકારો અને ખરીદદારો બંનેનું ધ્યાન ખેંચ્યું છે.
સતત વધતી કિંમતોના કારણે સામાન્ય લોકો માટે સોનું ખરીદવું પહેલા કરતા વધુ મોંઘુ બની ગયું છે. ચાંદીએ પણ પકડી તોફાની ઝડપચાંદીની કિંમતોમાં સોના કરતા પણ વધુ ઝડપી તેજી જોવા મળી છે. 21 ઓગસ્ટના રોજ MCX પર ચાંદીનો વાયદા ભાવ રૂ.2.46 લાખ પ્રતિ કિલોગ્રામને પાર પહોંચી ગયો હતો. 3 ઓગસ્ટ રોજ તે આશરે રૂ.2.14 લાખ પ્રતિ કિલોગ્રામ હતો. આમ લગભગ 20 દિવસના સમયગાળામાં ચાંદી રૂ.32,000 થી વધુ મોંઘી થઈ ગઈ છે.

