વેપાર@દેશ: સોનું સસ્તું થયું, ચાંદીના ભાવમાં વધારો, જાણો આજે શું છે સોનાનો ભાવ?

 
ગોલ્ડ
ચાંદીમાં 606 રૂપિયાનો વધારો થયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે અઠવાડિયાના બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે. 24 કેરેટ શુદ્ધ સોનાનો 10 ગ્રામ 98 હજાર રૂપિયાથી ઉપર છે, જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીનો ભાવ 1 લાખ 13 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 98274 રૂપિયા છે. ચાંદીનો ભાવ 113590 રૂપિયા પ્રતિ કિલો છે. સોમવારે (24 કેરેટ) સોનાનો ભાવ 98446 રુપિયા હતો, જ્યારે આજે સવારે 98274 રુપિયા હતો. એનો મતલબ એમ કે સોનું 172 રુપિયા સસ્તુ થયું. 995 (23 કેરેટ)ના સોમવાર સાંજે 98052 રુપિયા હતો, જ્યારે આજે 97880 રુપિયા થઈ ગયો હતો, જેનો મતલબ 172 રુપિયા સોનું સસ્તું થયું.

સોનું (પ્રતિ 10 ગ્રામ) 916 (22 કેરેટ)ના સોમવારે 90177 રુપિયા હતું, જ્યારે આજે 90019 રૂપિયા હતું, જેનો મતલબ કે સોનું 158 રુપિયા સસ્તું થયું છે. સોનું (પ્રતિ 10 ગ્રામ) 750 (18 કેરેટ) સોમવારે સાંજે 73835 રુપિયા હતું. જ્યારે આજે 73706 રુપિયા થયો હતો, જેનો મતલબ સોનું 129 રુપિયા સસ્તું થયું. સોનું (પ્રતિ 10 ગ્રામ) 585 (14 કેરેટ)ના સોમવારે સાંજે 57591 રુપિયા હતા, જ્યારે આજે 57490 રુપિયા થયું હતું, જેનો મતલબ સોનું 101 રુપિયા સસ્તું થયું હતું. ચાંદી (પ્રતિ 1 કિલો) સોમવારે સાંજે 112984 રુપિયા હતો, આજે સવારે વઘીને 113590 રુપિયા થયો હતો, એનો મતલબ ચાંદીમાં 606 રૂપિયાનો વધારો થયો છે.