વેપાર@દેશ: સોનું ફરી એકવાર થયું મોંઘુ, જાણો આજનો લેટેસ્ટ રેટ

 
વેપાર
 ભાવમાં ઘટાડો જોવા મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે મોટાભાગના શહેરોમાં સોનું વધુ મોંઘુ થયું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, આજે સવારે 24 કેરેટ સોનાનો ભાવ રૂ.158,510 પ્રતિ 10 ગ્રામ થયો. મુંબઈમાંહ તાઆ ભાવ રૂ158,360 પ્રતિ 10 ગ્રામ છે. એક દિવસ પહેલા જ, દિલ્હીના બુલિયન બજારમાં, 99.9% શુદ્ધ સોનાનો ભાવ રૂ.1,300 વધીને રૂ.164,900 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો.યુએસ બોન્ડ યીલ્ડ અને મજબૂત ડોલર હોવા છતાં, કિંમતી ધાતુઓમાં નવી ખરીદીથી સ્થાનિક સોનાના ભાવને ટેકો મળ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર સોનાનું ભાવ 4,483.54 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,56,360 છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,43,340 છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,43,190 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,56,360 છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,43,240 છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,56,260 છે. ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ચાંદીનો ભાવ ઘટીને પ્રતિ કિલોગ્રામ 279,900 રૂપિયા થઈ ગયો હતો. એક દિવસ પહેલા, દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવ 5000 રૂપિયા ઘટીને 2,66,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા.