વેપાર@દેશ: આજે 7 એપ્રિલના રોજ સોનાની કિંમતમાં વધારો, જાણો આજનો ભાવ

 
ગોલ્ડ
આગામી દિવસોમાં સોનામાં રૂ.10,000નો ઘટાડો થઈ શકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે 7 એપ્રિલ, 2025ના રોજ સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. જ્યાં એક તરફ રોકાણકારોને આનો ફાયદો થઈ રહ્યો છે તો બીજી તરફ ગ્રાહકો પર દબાણ વધ્યું છે. અમેરિકામાં મોર્નિંગસ્ટારના એક વિશ્લેષકે આગામી કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં 38 ટકા સુધીનો ઘટાડો થવાની આગાહી કરી છે. આજે સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત રૂ. 90,000ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. જ્યારે વૈશ્વિક બજારમાં તેની કિંમત 3,100 ડોલરથી વધુ છે.

લગભગ 40 ટકાના સંભવિત ઘટાડા સાથે, આવનારા સમયમાં ભારતીય બજારોમાં તેની કિંમત 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.સોનામાં ઘટાડો રૂ.10 હજાર સુધી પહોંચી શકે છે એટલેજોતા કે સોનું 79,900 એ ઝલદી આવી શકે છે.સોનું આજે ઉપર છે કારણ કે બજાર ઘટી રહ્યું છે પરંતુ આ એક ટ્રેપ છે. આગામી દિવસોમાં સોનામાં રૂ. 10,000નો વધુ ઘટાડો થઈ શકે છે. ચાંદીમાં પણ આજનો વધારો એક છટકું છે. આગામી દિવસોમાં ચાંદી 79 હજાર રૂપિયા સુધી ઘટી શકે છે. છેલ્લા ત્રણ દિવસમાં જ તે 1 લાખ 2 હજારથી ઘટીને 86 હજારની નીચી સપાટીએ પહોંચી ગયો છે.